ડિસેમ્બર 4, 2024 2:30 પી એમ(PM)

printer

ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે પાકિસ્તાન સામે ટકરાશે

ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8-30 કલાકે શરૂ થશે.
વર્તમાન ચેમ્પિયન ભારત પાંચમું અને સતત ત્રીજું ટાઇટલ મેળવવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.. સેમિ ફાઇનલમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. દિલરાજ સિંહ, રોહિત અને શારદાનંદ તિવારીએ એક એક ગોલ કર્યા હતા.. પાકિસ્તાને પ્રથમ સેમિ ફાઇનલમાં જાપાનને 4-2થી હરાવ્યું હતું.
સ્પર્ધાની ગઈ આવૃત્તિમાં ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.