જૂન 26, 2025 1:54 પી એમ(PM)

printer

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી વધુ 272 ભારતીય નાગરિકો સલામત પરત

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી વધુ 272 ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ લાવવામાં આવ્યા છે. આજે વહેલી સવારે મશહદથી નવી દિલ્હી પહોંચેલા વિશેષ વિમાનમાં ત્રણ નેપાળી નાગરિકો પણ હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3 હજાર 426 ભારતીય નાગરિકોને ઈરાનથી ભારત પરત લાવવામાં આવ્યા છે.