ઓપરેશન સિંધુ હેઠળ આજે બપોરે ઈરાનથી શ્રીલંકાના ત્રણ અને બે નેપાળી નાગરિકો સહિત કુલ 286 લોકો દિલ્હી હવાઈમથકે પહોંચ્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પબિત્ર માર્ગરીટાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્થળાંતર કરનારાઓને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, ઈરાનથી આવી રહેલી આ 11મી ટુકડી છે અને અત્યાર સુધીમાં બે હજાર 580 લોકોને સુરક્ષિત બહાર કાઢીને ભારત લાવવામાં આવ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે પડોશી દેશોના છ નાગરિકો સાથે 594 ભારતીયોને ઇઝરાયેલથી ત્રણ વિમાનો દ્વારા લાવવામાં આવ્યા છે.
Site Admin | જૂન 24, 2025 7:31 પી એમ(PM)
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી બે હજાર 580 લોકોને સ્વદેશ પરત લવાયા