ઇરાનના મશહદથી સલામત ખસેડવામાં આવેલા 290 ભારતીય અને એક શ્રીલંકન નાગરિકને લઇને એક વિશેષ વિમાન ગઈ કાલે ગઈ કાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યું હતું.. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, આ સાથે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં 2003 ભારતીય નાગરિકોને ઈરાનથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે.
દરમિયાન ઓપરેશન સિંધુ હેઠળ જોર્ડનનાં અમ્માનથી 161 પ્રવાસીઓની પ્રથમ ટૂકડી આજે નવી દિલ્હી પહોંચશે. આ પ્રવાસીઓને ઇઝરાયેલથી બહાર કાઢીને રોડ માર્ગે અમ્માન લાવવામાં આવ્યા છે.
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, સરકારે ભારતીય મૂળનાં નાગરિકોને સ્વદેશ પરત લાવવા ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે.
ભારતીય નાગરિકોને તેલ અવિવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Site Admin | જૂન 24, 2025 8:40 એ એમ (AM)
ઓપરેશન સિંધુ હેઠળ ઇરાનથી 290 ભારતીય અને એક શ્રીલંકન નાગરિકને વધુ એક વિમાન ભારત પરત