જૂન 23, 2025 7:55 એ એમ (AM)

printer

ઓપરેશન સિંધુ હેઠળ ઇરાનથી વધુ 285 ભારતીય નાગરિકો હેમખેમ સ્વદેશ પરત ફર્યા

ગઈકાલે રાત્રે ઈરાનના મશહદથી વિશેષ વિમાનમાં કુલ 285 ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં એક હજાર 713 ભારતીય નાગરિકોને ઈરાનથી બહાર લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ઈરાનથી પરત આવેલા ભારતીય નાગરિકોના જૂથનું સ્વાગત કર્યું હતું..તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે આગામી બે દિવસમાં અન્ય વિમાનો પણ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે લઇને સ્વદેશ પરત ફરશે.

વર્તમાન કામગીરીના ભાગ રૂપે, ઈરાનમાં ભારતીય દૂતાવાસ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને વિકટ થતી જતી સ્થિતિમાંથી બહાર લાવવા માટે મદદ કરી રહ્યું છે..
ઈરાનમાં ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેહરાનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરેલા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અને નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા સ્થાપિત 24×7 કંટ્રોલ રૂમ દ્વારા સંપર્કમાં રહે.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .