જૂન 19, 2025 8:36 એ એમ (AM)

printer

ઓપરેશન સિંધુ અંતર્ગત 110 ભારતીય વિદ્યાર્થીઑને ઈરાનથી પરત લવાયા

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જેના પ્રથમ પગલા તરીકે, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઉત્તરી ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ખાસ ફ્લાઇટમાં યેરેવનથી રવાના થયા છે અને આજે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યા છે.