સંધર્ષગ્રસ્ત ઈરાનથી ભારતીયોને પાછા લાવવાના અભિયાન ઓપરેશન સિંધુના ભાગ રૂપે આજે વહેલી સવારે તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી એક ખાસ વિમાન નવી દિલ્હી પહોંચ્યું છે. આ સાથે, અત્યાર સુધીમાં 517 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પણ 290 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું. .
ઈરાનમાં ભારતીય દૂતાવાસ મોટી સંખ્યામાં ભારતીયોને સલામત સ્થળોએ પહોંચવામાં મદદ કરી રહ્યું છે. ઈરાનમાં રહેતા ભારતીયોને ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા તેહરાનમાં ભારતીય દૂતાવાસ અને નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના 24 કલાક કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું છે.
Site Admin | જૂન 21, 2025 2:03 પી એમ(PM)
ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી વધુ એક ખાસ વિમાન ભારતીયોને લઈને આજે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યું