જૂન 28, 2025 8:34 એ એમ (AM)

printer

ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં હેમખેમ પરત લવાયા

ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી ત્રણ હજાર 597 લોકોને અને ઈઝરાયલથી 818 લોકોને ખાસ વિમાન દ્વારા સ્વદેશમાં પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડ ધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો પણ ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય નાગરિકોમાં પંદરસો થી વધુ મહિલાઓ અને 500 બાળકોનો સમાવેશ થાય છે.