ગુજરાતનાં પાટનગર ગાંધીનગર સ્થિતિ સાઉથ વેસ્ટ એર કમાન્ડર એર માર્શલ નાગેશ કપૂરે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન રડાર નષ્ટ કરવા સહિતની મહત્વપૂર્ણ કાર્યવાહીમાં સાઉથ વેસ્ટ કમાન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.25મી એપ્રિલે ગાંધીનગર સ્થિત કાર્યાલયનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલી વાર પત્રકારો સાથે વાતચિત કરતાં તેમણે કહ્યું હતું કે તેમણે કરેલી કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ છે.તાજેતરમાં જ દેશના 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એર માર્શલ નાગેશ કપૂરને સર્વોત્તમ યુધ્ધ સેવા મેડલથી સંન્માનિત કરાયાં હતા. તેમને આ મેડલ પ્રાપ્ત થવા બદલ ગુજરાતના રાજ્યપાલે તેમનુ સન્માન કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 20, 2025 8:46 એ એમ (AM)
ઓપરેશન સિંદૂર દરમિયાન રડાર નષ્ટ કરવા સહિતની મહત્વપૂર્ણ કાર્યવાહીમાં સાઉથ વેસ્ટ કમાન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા
