ભારતના ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતાની વધુ વિગતો હવે ધીમે ધીમે જાહેર થઇ રહી છે.. તાજેતરની સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નૂર ખાન એરબેઝને ધાર્યા કરતાં વધુ નુકસાન થયું છે.. પાકિસ્તાનના ડ્રોન અને વીઆઈપી એર ફ્લીટ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર એવુ નૂર ખાન સેન્ટર પાકિસ્તાન વાયુસેનાનું મહત્વપૂર્ણ અંગ છે. રાવલપિંડીમાં આવેલા અને ઇસ્લામાબાદથી 25 કિલોમીટર દૂર એવા આ બેઝને વ્યાપક પણે નુકસાન થયું છે..
સોશિયલ મીડિયા પોસ્ટમાં, સંરક્ષણ વિશ્લેષક ડેમિયન સિમોને લખ્યું છે કે, પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પરની સ્ટ્રાઇકને કારણે એરબેઝનો સંકુલ તોડી પાડવામાં આવ્યો છે.. નવા સેટેલાઇટ વિઝ્યુઅલ શેર કરનાર ધ ઇન્ટેલ લેબ અનુસાર, ભારતે 8 થી 10 મે દરમિયાન રાવલપિંડીમાં સ્થિત એરબેઝ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાઉન્ડ સપોર્ટ સિસ્ટમ્સને લક્ષ્ય બનાવીને ચોકસાઇવાળા હુમલા કર્યા હતા.
Site Admin | મે 26, 2025 9:27 એ એમ (AM)
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે કરેલી સ્ટ્રાઇકને કારણે પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત એરબેઝ નૂર ખાનને વ્યાપક નુકસાન થયું હોવાના વધુ પુરાવા મળ્યા