સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ વિદેશોમાં બ્રહ્મોસ મિસાઇલની માંગ વધી છે. શ્રી સિંહે તેમના સંસદીય મતવિસ્તાર લખનઉમાં નેશનલ પીજી કોલેજ ખાતે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તાની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ શ્રી સિંહે કહ્યું કે 14 દેશોએ બ્રહ્મોસ મિસાઇલ અંગે પૂછ્યું છે અને આ લખનઉથી તે દેશોમાં મોકલવામાં આવશે. જેનાથી રાજ્યમાં રોજગારની તકો વધશે.
Site Admin | જુલાઇ 14, 2025 9:34 એ એમ (AM)
ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલનું નોંધપાત્ર પ્રદર્શન- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ