મે 30, 2025 7:47 પી એમ(PM)

printer

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને BSFએ ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા

BSF ગુજરાતના મહાનિરીક્ષક-IG અભિષેક પાઠકે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને BSFએ ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા હતા. પહેલગામ આતંકી હુમલાની નિંદા કરતા શ્રી પાઠકે જણાવ્યું કે આ આતંકવાદી હુમલા બાદ ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ગુજરાતની સરહદ પર ટેન્ક ગોઠવી દીધાની માહિતી મળતા જ ગુજરાત BSF એ દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી.

તેમણે મહિલા સુરક્ષા કર્મીઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે ઓપરેશન દરમિયાન મહિલા સુરક્ષા કર્મીઓએ જવાનો સાથે ખભાથી ખભો મિલાવી સાહસિકતા દર્શાવી.