સરકારે કહ્યું છે કે ખોટી અને સંભવિત હાનિકારક માહિતીનો પ્રચાર કરવા બદલ ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલ મીડિયાના એક હજાર 400થી વધુ વેબ સરનામા-URLનેબ્લોક કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, સરકારે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ શક્ય પગલાં લીધાં હતાં. શ્રીવૈષ્ણવે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન મોટા પાયે નકલી સમાચાર, ખોટી માહિતી અને પ્રચાર અભિયાનો ચલાવવામાં આવ્યા હતા, જે મોટાભાગે ભારતની બહારથી હતા.
Site Admin | જુલાઇ 30, 2025 7:42 પી એમ(PM)
ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલમીડિયાના એક હજાર 400 થી વધુ વેબ સરનામાને બ્લોક કરવામાં આવ્યા
