કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદનો જડબાતોડ જવાબ આપવમાં આવશે.. શ્રી થરૂરે આ ટિપ્પણી અમેરિકાના ન્યુ યોર્કમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી સભ્યો અને અગ્રણી મીડિયા અને થિંક ટેન્કના પસંદગીના જૂથ સાથે આ વાર્તાલાપમાં કરી હતી.. શ્રી થરૂર અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોએ ન્યુ યોર્કમાં 9/11 સ્મારકની મુલાકાત લીધી હતી અને મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી..
વિદેશ મંત્રી એસ જયશંકરે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં, કહ્યું હતું કે આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા જાહેર કરવામાં ભારત એક છે.
બહેરીનમાં, ભાજપના સાંસદ બૈજયંત જય પાંડાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફાને ભારત સામે સરહદ પાર આતંકવાદના પડકારો અને તેનો સામનો કરવા માટે નવી દિલ્હીના દૃઢ સંકલ્પ વિશે માહિતી આપી.
દક્ષિણ કોરિયામાં, જેડી(યુ)ના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે લશ્કરી અભિયાન ઓપરેશન સિંદૂર અંગેની સમજ આપી હતી. પ્રતિનિધિમંડળે આતંકવાદ સામે મોદી સરકારના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.. ટીમે ભૂતપૂર્વ વિદેશ મંત્રી ડૉ. યૂન યંગ-ક્વાન સહિત જાણીતા કોરિયન મહાનુભાવો સાથે પણ વાતચીત કરી.
એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળે દોહામાં કતાર શૂરા કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર ડૉ. હમદા અલ સુલૈતી અને અન્ય કતારી સાંસદો સાથે મુલાકાત કરી અને આતંકવાદ સામે ભારતનો મજબૂત સંદેશ પહોંચાડ્યો.
આ દરમિયાન, ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ “ભારતનો સંદેશ દુનિયા સમક્ષ પહોંચાડવા માટે સ્લોવેનિયા પહોંચ્યું હતું.
Site Admin | મે 26, 2025 9:26 એ એમ (AM)
ઓપરેશન સિંદૂર અંતર્ગત સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળો દ્વારા વિવિધ દેશોના અગ્રણીઓ સમક્ષ આતંકવાદ સામેના ભારતના શૂન્ય સહિષ્ણુતા અભિગમની મજબૂત રજૂઆત કરી