ઓગસ્ટ 5, 2025 1:38 પી એમ(PM)

printer

ઓપરેશન સિંદૂરની સફળતા બદલ એનડીએની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીનું સન્માન કરાયુ

આજે સવારે નવી દિલ્હીના સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને અન્ય NDA સાંસદોએ હાજરી આપી હતી.
બેઠક દરમિયાન, સાંસદોએ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. સાંસદોએ આ કામગીરીની સફળતા અંગે સર્વાનુમતે ઠરાવ પણ પસાર કર્યો હતો.