ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસ્તાવ રજૂ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સિંદૂરથી પુરવાર થયું. તેમણે ઉમેર્યું અત્યાધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને ઓપરેશન સિંદૂરથી પરિચય મળ્યો.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 7:19 પી એમ(PM)
ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ વિધાનસભામાં સર્વાનુમતે પસાર