મે 19, 2025 9:48 એ એમ (AM)

printer

ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા રાજ્યભરના અનેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઇ

રાજયના વિવિધ સ્થળોએ ગઇકાલે ઓપરશન સિંદુર હેઠળ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત મહીસાગરના લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. જ્યારે પાટણના રાધનપુર ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર જોડાયા હતા.ભાવનગરમાં પણ 10 કિલોમીટર લાંબી તિંરગા યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સાયકલીસ્ટ જોડાયા હતા.