ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 25, 2025 3:20 પી એમ(PM)

printer

ઓપરેશન સિંદૂરની સફળતાએ ભારતમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હોવાનું મન કી બાત કાર્યક્રમમાં જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી ઉપરથી મન કી બાત કાર્યક્રમની 122માં કડીમાં બોલતાં ઓપરેશન સિંદૂરમાં ભારતીયે સૈન્યના ભારોભાર વખાણ કર્યા હતા..તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓને પાઠ ભણાવીને ભારતીય સૈન્યએ દરેક હિન્દુસ્તાનનીનું માથુ ઉંચુ કરી દીધુ છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવામાં વપરાયેલા ભારતમાં બનેલા શસ્ત્રોને તેમણે આત્મનિર્ભર ભારતની સફળતા ગણાવી હતી. સાથોસાથ તેમણે વોકલ ફોર લોકલ અને મેડ ઇન ઇન્ડિયાના સંકલ્પ લેવા લોકોને આહ્વાન કર્યુ હતું.

ગુજરાતના સિંહોની વસ્તી વધી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી કરાઇ હતી. સિંહોના સંવર્ધન અને જાળવણી અને જતનને કારણે ગુજરાતમાં આજે સિંહની વસતી 674થી વધીને 891 પર પહોંચી ગઇ છે.

શ્રી મોદીએ ડ્રોન દીદીઓનો સ્કાય વોરિયર્સ તરીકે ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ગઢચિરોલીના કાટેઝારી ગામમાં પ્રથમ વાર બસ પહોંચી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ ગામ માઓવાદી હિંસાથી પ્રભાવિત હોવાથી અહી અગાઉ ક્યારેય બસ ગઈ નહોતી.

તાજેતરમાં આયોજિત રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટ વિશે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પૂર્વ અસાધારણ છે. શ્રી મોદીએ ઉત્તરાખંડના હલ્દવાનીના 65 વર્ષીય જીવન જોશીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમને બાળપણમાં પોલિયો થયો હોવા છતાં પાઈન વૃક્ષોની સૂકી છાલમાંથી સુંદર કલાકૃતિઓ બનાવી છે.

વિશ્વ મધમાખી દિવસ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષો દરમિયાન ભારતમાં મધમાખી ઉછેરમાં એક મીઠી ક્રાંતિ આવી છે. પ્રધાનમંત્રીએ છત્તીસગઢના કોરિયા જિલ્લાનું ઉદાહરણ આપ્યું, જ્યાં આદિવાસી ખેડૂતોએ ‘સોન્હાની’ નામનો શુદ્ધ ઓર્ગેનિક મધ બ્રાન્ડ બનાવ્યો છે.

તાજેતરમાં જ બિહારમાં થયેલા ખેલા ઇન્ડિયા ગેમ્સ વિશે તેમણે કહ્યુ હતું કે, આજે આપણા ખેલાડીઓ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે, ખેલો ઇન્ડિયામાં રચાયેલા 26 વિક્રમો પર પ્રકાશ પાડીને તેમણે બિહારે જીતેલા 36 ચંદ્રકો માટે રમતવીરોને અભિનંદન પાઠવ્યાં હતાં.