ડિસેમ્બર 1, 2025 7:59 પી એમ(PM)

printer

ઓપરેશન સાગર બંધુના ભાગરૂપે, ભારતે શ્રીલંકામાં 9 ટન રાશન મોકલ્યું

ઓપરેશન સાગર બંધુના ભાગરૂપે, ચક્રવાત દિત્વાહ પછી, ભારતે શ્રીલંકાના અધિકારીઓ સાથે સંકલનમાં કોલંબોમાં ભારતીય નૌકાદળના બે જહાજોમાંથી 9.5 ટન રાશન સોંપ્યું. ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનોને તંબુ, તાડપત્રી, ધાબળા, સ્વચ્છતા કીટ, ખાદ્ય પદાર્થો, દવાઓ અને સર્જિકલ સાધનો સહિત 31.5 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરવા માટે પણ તૈનાત કરવામાં આવ્યા છે.