જૂન 1, 2025 9:41 એ એમ (AM)

printer

“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત રાજ્યભરમાં ગઇકાલે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ

રાજ્યના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લામાં ગઇકાલે નાગરિક સંરક્ષણની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઈ. જ્યારે સાંજે સાડા સાત વાગ્યા બાદ બ્લેક આઉટ પણ કરાયું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને નાગરિક સંરક્ષણ મહનિદેશક મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.કચ્છ જિલ્લાના ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ અને મિલિટરી સ્ટેશન ખાતે મોકડ્રિલ યોજાઇ. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ડ્રોન હુમલા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે મોક ડ્રીલ યોજાઈ હતી. સમગ્ર કચ્છ જિલ્લામાં રાત્રે ૮ થી ૮:૩૦ કલાક દરમિયાન બ્લેકઆઉટ કરાયું.પાટણ જિલ્લામાં વિવિધ 18 સ્થળોએ મોકડ્રીલ યોજાઇ. ત્યારબાદ રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેક આઉટ કરાયું. બનાસકાંઠાના વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં ૭.૪૫ થી ૮.૧૫ સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરાયું.જામનગરમાં યોજાયેલી મોકડ્રીલ બાદ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ માહિતી આપી હતી.ગાંધીનગરના એરફોર્સ કેમ્પસ, વાયુ શક્તિ નગર, બી.એસ.એફ કેમ્પસ તથા કોસ્ટ ગાર્ડ લેકાવાડા અને લેકાવાડા ગામ ખાતે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેક આઉટ કરાયું.રાજકોટમાં રાત્રે ૮ કલાકે સાયરન વગાડી માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, દક્ષિણે રાજકોટ જામનગર હાઇવે, પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ તેમજ પશ્ચિમે નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં બ્લેકઆઉટ કરાયું હતું. છોટાઉદેપુરના બોડેલી ખાતે મોકડ્રીલ યોજાઇ હતી જે અંગે વધુ માહિતી આપતા ASP ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું.આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, પોરબંદરમાં પણ બ્લેક આઉટ કરાયું હતું.