ઓડિશા સરકારે આજે સવારે પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુની ઉચ્ચસ્તરીય વહીવટી તપાસના આદેશ આપ્યા છે. આ અકસ્માત આજે વહેલી સવારે થયો હતો. ઓડિશા વિકાસ કમિશનર અનુ ગર્ગ આ ઘટનાની તપાસ કરશે જેમાં બે મહિલાઓ સહિત ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઓડિશા સરકારે મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
રાજ્ય સરકારે બેદરકારી બદલ પુરીના જિલ્લા ન્યાયાધીશ અને પોલીસ અધિક્ષકની બદલી કરી છે. અન્ય બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ભક્તોના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેમની સરકાર ભક્તોની સુરક્ષા પ્રત્યે બેદરકારી સહન કરશે નહીં.
Site Admin | જૂન 29, 2025 7:40 પી એમ(PM)
ઓડિશા સરકારે પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા.