ચક્રવાત મોન્થાની સંભવિત અસરના પગલે ઓડિશા સરકારે તકેદારીના પગલાં લીધાં છે. ચક્રવાત બાદની અસરને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે.
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ગુજરાતના 81 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ વરસી રહ્યો છે.તેમા ખાસકરીને દરિયાકિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
સત્તાવાર અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ગીર સોમનાથા પ્રભાસ પાટણ- વેરવાળ અને સૂત્રાપાડા, તાળાલામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતીની સમીક્ષા કરીને મંત્રીઓને વરસાદગ્રસ્ત વિસ્તારોમાં મોકલીને સ્થિતી પર નજર રાખવા કહ્યું છે.
એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમો બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત છે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)
ઓડિશામાં ચક્રવાતની અસરને પગલે તંત્ર સતર્ક, ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ