ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સી અનુસાર, આગામી બે થી ત્રણ દિવસ સુધી આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, ગુજરાત, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં પણ આવી જ સ્થિતિ રહેશે. હવામાન વિભાગે આ મહિનાની 31મી તારીખ સુધી લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દરિયાકાંઠાના અને ઉત્તર આંતરિક કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે.દરમિયાન, હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાત મોન્થા દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર ચક્રવાતી તોફાનમાં નબળું પડી ગયું છે આગામી 6 કલાક દરમિયાન તોફાનની તીવ્રતા ઘટતાં ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ચક્રવાત મોન્થાનો અંતિમ ભાગ જમીન પર પહોંચી ગયો છે.ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બનાસકાઠાના ડિસામા, ગીરસોમનાથના પાટણ-વેરાવળ, તાલાળા અને સુરેન્દ્રનગરના વઢવામાં વરસાદ વરસ્યો છે.ગુજરાતના મુખ્યમંત્રીના આદેશ અનુસાર મંત્રીઓએ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તાગ મેળવ્યો. આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં વરસાદ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને આવેલા મંત્રીઓ તેમનો અહેવાલ રજૂ કરશે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 9:42 એ એમ (AM)
ઓડિશામાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ