ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે. ભારતીય પુરુષ ટીમે આયર્લેન્ડને
4-0 થી હરાવ્યું. ભારતે છેલ્લા મૅચમાં પણ આયર્લેન્ડને 3-1 થી મ્હાત આપી હતી. સ્પર્ધામાં હવે આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મૅચ
સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે.
આ તરફ મહિલા વર્ગમાં ભારતે જર્મનીને 1-0 થી હરાવ્યું છે. ભારત તરફથી વિજયી ગૉલ મૅચની 12મી મિનિટે દીપિકાએ કર્યો હતો. આવતીકાલે મહિલા હૉકી ટીમ નેદરલેન્ડ સામે રમશે. આ મૅચ સાંજે સવા 5 વાગ્યે શરૂ થશે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:41 પી એમ(PM) | હૉકી પ્રૉ-લીગ
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે.
