ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણમાઝીએ નેપાળ દૂતાવાસને ખાતરી આપી છે કે ભુવનેશ્વર ખાતે KIIT યુનિવર્સિટીમાં નેપાળની એક વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં ન્યાય મળશે. શ્રી માઝીએ આજે નેપાળ દૂતાવાસના બે રાજદૂતો સાથે વાત કરી હતી અને ખાતરી આપી હતી કે KIIT કેમ્પસમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવામાં આવશે. જ્યાં સેંકડો નેપાળી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.તેમણે આ ઘટના પછી ઓડિશાથી ભાગી ગયેલા નેપાળી વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા ફરવાઅને તેમનો અભ્યાસ ફરી શરૂ કરવા પણ વિનંતી કરી હતી. નેપાળના વિદેશ મંત્રી ડૉ. આર ઝુરાણા દેઉબાએ પણ આ બાબતે ઓડિશાના ઉચ્ચ શિક્ષણ મંત્રી સૂર્યવંશી સૂરજ સાથે ફોન પરવાત કરી છે. કેમ્પસમાં કથિત ઉત્પીડન બાદ વિદ્યાર્થીની આત્મહત્યાની તપાસ માટે ઓડિશા સરકારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય તથ્ય શોધ સમિતિની રચના કરી છે. દરમિયાન, મૃતક વિદ્યાર્થીની માટે ન્યાયની માંગણી સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થયુ હતું.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:24 પી એમ(PM)
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણમાઝીએ નેપાળ દૂતાવાસને ખાતરી આપી છે કે ભુવનેશ્વર ખાતે KIIT યુનિવર્સિટીમાં નેપાળની એક વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં ન્યાય મળશે