ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025નો 8મી જાન્યુઆરીએ પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી તારીખે સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
શ્રી મોદી વિશેષ પ્રવાસી ટ્રેન- પ્રવાસી ભારતીય એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન દિલ્હીના નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને ત્રણ અઠવાડિયા સુધી ચાલશે. જેમાં પ્રવાસીઓને ભારતના અનેક પ્રવાસન અને ધાર્મિક સ્થળોની મુસાફરી કરાવાશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલુ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મી જાન્યુઆરીએ 18મી સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025 એનાયત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનની વિષયવસ્તુ “વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન” છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ નોંધણી કરાવી છે. દરમ્યાન યુવા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો કાર્યક્રમ 8મી જાન્યુઆરીએ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરાશે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:49 પી એમ(PM)
ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025નો 8મી જાન્યુઆરીએ પ્રારંભ થશે
