દિવાળીમાં જીએસટીમાં રાહત આપવાના સરકારના સંકેતના પગલે ભારતીય શેરબજારમાં આજે સવારથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પ્રારંભિક તબક્કે એક હજાર કરતાં વધુ પોઇન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.. સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો, જે બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. હાલમાં સેન્સેક્સ 750 અને નિફ્ટીમાં 270 પોઇન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ઓટો રિયાલીટી સેક્ટરમાં તેજી અને આઇટી સેક્ટરના શેરમા મંદીનો માહોલ સર્જાયો હતો..
Site Admin | ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM)
ઓટો અને રિયાલીટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી
