ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 5, 2025 7:21 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પે

printer

ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો છે. તેને અમેરિકા લાવવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે એબી ગેટ પરના હુમલા માટે ઇસ્લામિક આતંકવાદીઓ જવાબદાર હતા. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ફરી રહ્યું હતું ત્યારે થયેલા હુમલામાં 13 અમેરીકન સેનાનાં જવાનો અને અન્ય ઘણા લોકો માર્યા ગયા હતા. પોતાના બીજા કાર્યકાળમાં કોંગ્રેસને કરેલાં પ્રથમ સંબોધનમાં, ટ્રમ્પે આ પગલાને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સામે અમેરિકાની નવી તાકાતના સંકેત તરીકે વર્ણવ્યું.