ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 2, 2025 7:48 પી એમ(PM)

printer

ઓગસ્ટ મહિનામાં કુપોષણથી ગાઝામાં 185 લોકોના મોત

ગાઝાના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ઓગસ્ટમાં 15 બાળકો સહિત 185 લોકો કુપોષણથી મૃત્યુ પામ્યા હતા. ગયા મહિને યુએન-સમર્થિત આઈપીસી સિસ્ટમ દ્વારા ગાઝાના કેટલાક ભાગોને દુષ્કાળની સ્થિતિમાં જાહેર કર્યા પછી કટોકટી વધુ ઘેરી બની હતી. ત્યારથી, ભૂખમરા સંબંધિત કારણોસર 83 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના 43 હજાર બાળકો અને 55 હજારથી વધુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ કુપોષણથી પીડાઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઓક્ટોબર 2023માં ગાઝા પર ઇઝરાયલના યુદ્ધ શરૂ થયા પછી, ભૂખમરા સંબંધિત મૃત્યુ હવે 130 બાળકો સહિત 361 પર પહોંચી ગયા છે.