ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવના 3 માછીમારો પણ છે.દીવના લોકો મુખ્ય માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે તેઓ દીવની ફિશિંગ બોટની સાથે સાથે ગુજરાતની બોટમા પણ ફિશિંગ અર્થે જતા હોય છે. અને આ ત્રણ માછીમારો ફિશિંગ માટે ગયા હતા અને જે બાદ એમનું અપહરણ કરવામાં આવ્યું છે.દીવના સાઉદવાડીના બે માછીમાર અને વણાકબારાના એક માછીમારનુ પાકિસ્તાન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેના કારણે દીવના માછીમારો તથા પરિવાર જનોમા ચિંતા વ્યાપી છે.
Site Admin | નવેમ્બર 8, 2025 9:30 એ એમ (AM)
ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું