રાજ્યમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મોકડ્રીલ યોજાશે. ત્યારે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર-SEOC ખાતે રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય પેટ્રો કેમિકલ હબ્સ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ પણ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ ઓઇલ અને રાસાયણિક ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે.
Site Admin | નવેમ્બર 21, 2025 9:17 એ એમ (AM)
ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે