બે વખતનાં ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં ઍશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશીપમાં મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મનુ ભાકરે 219 પૂર્ણાંક સાત પૉઈન્ટ મેળવ્યાં. ચીનનાં ખેલાડી પહેલા અને કૉરિયાનાં ખેલાડી બીજા ક્રમાંકે રહ્યાં.
ભારતે મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલની ટીમ સ્પર્ધામાં પણ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મનુ ભાકર, સુરુચિ સિંહ અને પલક ગુલિયાની ટીમે પણ એક હજાર 730 પૉઈન્ટ મેળવ્યાં છે. ભારતે આ ચેમ્પિયનશીપમાં સિનિયર અને જૂનિયર વર્ગમાં 164 નિશાનેબાજનું સૌથી મોટું દળ મોકલ્યું છે. આ સ્પર્ધામાં 28 દેશના 734 ખેલાડીએ ભાગ લીધો છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 7:38 પી એમ(PM)
ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં ઍશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો
