મે 23, 2025 7:47 પી એમ(PM)

printer

‘ઑપરેશન સિંદૂર”માં BSF અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર”માં સરહદ સુરક્ષા દળ- BSF અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર’ ભારતની ધરતી પર આતંકી હુમલાના જવાબમાં ઇતિહાસનું સૌથી સચોટ અને સફળ ઑપરેશન છે અને તેણે તમામ ઉદ્દેશને પૂર્ણ કર્યા છે. શ્રી શાહે ઉમેર્યું, ઑપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાન અને આતંકવાદ વચ્ચે સંબંધને ઉજાગર કર્યા છે.

નવી દિલ્હીમાં આજે સરહદ સુરક્ષા દળ- BSFના એક સમારોહ અને રુસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાયન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, ‘ઑપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય સરકારની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ, ગુપ્તચર સંસ્થાઓની સચોટ માહિતી અને સશશ્ત્ર દળોની કાર્યવાહીને જાય છે. પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો તો ભારતીય સેનાએ તેને કડક જવાબ આપ્યો.

આ પ્રસંગે શ્રી શાહે BSFના 26 કર્મચારીઓને બહાદૂરી બદલ પોલીસ ચંદ્રકથી સન્માનિત કર્યા. તેમજ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભારતની સરહદોની રક્ષા કરવા બદલ પણ BSFની કામગીરીની પ્રશંસા કરી.