ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાને બિરદાવવા દેશભરમાં આગામી 23 મૅ સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં ભાવનગરના શિહોરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ગઈકાલે ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. તો છોટાઉદેપુરમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ત્રિરંગા યાત્રાના ભાગરૂપે બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું. જુનાગઢ શહેરમાં શહીદ સ્મારક ખાતેથી ત્રિરંગા યાત્રા યોજાઈ. જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.આંધ્રપ્રદેશના વિજયવાડા, હરીયાણાના હિસાર અને કુરુક્ષેત્ર, કેરળના કાળીકટ, કુન્નુર, પલકુડ, તમિલનાડુના વિવિધ જિલ્લાઓ સહિત દેશના અનેક સ્થળે યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા.
Site Admin | મે 17, 2025 10:11 એ એમ (AM)
ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાને બિરદાવવા દેશભરમાં આગામી 23 મૅ સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન