રાજ્યમાં ગત ઑગસ્ટ મહિનામાં અંદાજે એક કરોડ 80 લાખ રૂપિયાની કિંમતનો 46 ટન અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો છે. રાજ્યના ખોરાક ઔષધ નિયમન તંત્ર- FDCA-એ કરેલી કાર્યવાહી અંતર્ગત મુખ્યત્વે ઘી, પામ તેલ કબજે કરાયું છે. FDCA-ના કમિશનર ડૉક્ટર એચ. જી. કોશિયાએ કહ્યું, વિવિધ ટુકડી બનાવી સુરત, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સહિત વિવિધ જગ્યાએ દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરાઈ.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 7:15 પી એમ(PM)
ઑગસ્ટ મહિનામાં રાજ્યમાંથી અંદાજે એક કરોડથી વધુનો 46 ટન અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો