ઑક્ટોબર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 94 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે. નિષ્ણાતોના મતે આ પાછળ ઘરેલુ બજારના વધુ મૂલ્ય સાથે ચીનના બજારોનું મજબૂત પ્રદર્શન કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.
આ વર્ષે સપ્ટેમ્બર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 57 હજાર, 700 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ સૌથી વધુ હતું. તાજેતરના આકંડાઓ દર્શાવે છે કે વર્ષ 2024ના જાન્યુઆરી, એપ્રિલ, મે અને ઑક્ટોબરને બાદ કરતા અત્યાર સુધીમાં પ્રત્યેક મહિને વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં રોકાણનું વલણ જાળવી રાખ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં વૈશ્વિક રાજકીય પરિબળો, વ્યાજ દર, ચીનની અર્થવ્યવસ્થામાં મજબૂતી તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણ પર અસર કરી શકે છે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:47 પી એમ(PM) | વિદેશી રોકાણકારો
ઑક્ટોબર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 94 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે.
