ગુજરાત રાજ્યએ આ ઑક્ટોબર મહિનામાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે 30 ગીગોવૉટની વિક્રમજનક ક્ષમતા સ્થાપિત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથેગુજરાતે દેશમાં આ ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સંશાધનોના વ્યાપક વિકાસ દ્વારા પર્યાવરણની સલામતી તરફ વધુ એક સોપાન સર કર્યું હોવાનું ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ – GUVNLની યાદીમાં જણાવ્યું છે.
GUVNL દ્વારાવર્ષ 2023-24 દરમિયાન 13 ગીગાવૉટની સમગ્ર દેશમાં સર્વોત્તમ ક્ષમતાના પુનઃપ્રાપ્ય ઊર્જા કરાર હસ્તાક્ષર કરાયા છે. ઉપરાંત પોતાની સિદ્ધીઓને દેશમાં ઝળહળતી રાખી દેશના ડી-કાર્બનાઈઝેશન લક્ષ્યમાં પોતાનું અગ્રેસર યોગદાન આપવા ગુજરાતે વર્ષ 2030 સુધીનો પુનઃપ્રાપ્ય ક્ષમતાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે. આ માટે લાંબા ગાળાની રણનીતિ પણ બનાવવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 5, 2024 7:07 પી એમ(PM)
ઑક્ટોબર મહિનામાં ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે 30 ગીગોવૉટની વિક્રમજનક ક્ષમતા સ્થાપિત કરી નવી સિદ્ધિ મેળવી
