રાજ્યના એસ.ટી.નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ એકસ પર આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે, આ વધારા સાથે હવે એસટીના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ૫૫% ચૂકવાશે.જ્યારે વાહનવ્યવહાર વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં આ વર્ષે પહેલી સપ્ટેમ્બરથી થી ૭ સપ્ટેમ્બર દરમિયાન કુલ પાંચ હજાર ૫૦૦ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે મુસાફરોને અંબાજીના મેળામાં જવા માટે સુગમતા રહેશે.
Site Admin | ઓગસ્ટ 26, 2025 7:26 પી એમ(PM)
એસ ટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
