અગ્રણી ઉદ્યોગ સંસ્થા એસોચેમે કહ્યું છે કે, આર્થિક વિકાસને ટેકો આપવા માટે રિઝર્વ બેંક તેના બેન્ચમાર્ક રેપો રેટમાં લગભગ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.
કોવિડ રોગચાળા પછી ઉદ્ભવેલા આર્થિક સંકટનો સામનો કરવા માટે, રિઝર્વ બેંકે મે 2020 માં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કર્યો હતો. એસોચેમ માને છે કે ભારતીય અર્થતંત્રમાં માંગ અને રોકાણને વધારવાની તાત્કાલિક જરૂર છે. આ દર ઘટાડાથી બેંકિંગ સિસ્ટમમાં વ્યવસાયને વેગ મળશે અને વપરાશ અને નાણાકીય વ્યવસ્થામાં સુધારો થશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 9:50 એ એમ (AM)
એસોચેમે રિઝર્વ બેંક તેના બેન્ચમાર્ક રેપો રેટમાં લગભગ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે તેવી સંભાવના દર્શાવી
