જાન્યુઆરી 6, 2026 9:19 એ એમ (AM)

printer

એસીબીના અધિક નિયામકની અધ્યક્ષતામાં રચાયેલું 6 સભ્યોનું ખાસ તપાસ દળ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસની તપાસ કરશે

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં એક હજાર 500 કરોડના જમીન કૌભાંડના મામલામાં કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલના ઘર પર દરોડા પડાયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા હતા.હવે આ જમીન કૌભાંડ અંગે લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ખાસ તપાસ દળની રચના કરવામાં આવી છે. જેના કારણે પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કેસની તપાસ હવે એસીબીના અધિક નિયામક બિપિન અહિરેના નેજા હેઠળ 6 સભ્યોની સીટ દ્વારા કરવામાં આવશે.