ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2025 8:38 એ એમ (AM)

printer

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે સુપર ફોર તબક્કાની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું. ભારત બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું હતું. ગઈકાલે દુબઈમાં ટાઈ થયા બાદ ભારતે સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું.પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 202 રન બનાવ્યા. અભિષેક શર્માએ 61 રન બનાવ્યા. 203 રનના લક્ષ્યાંકના જવાબમાં, શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 202 રન બનાવી મેચ ટાઇ કરી. પથુમ નિસાન્કાએ સદી ફટકારી હતી.સુપર ઓવરમાં ભારતના અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં, ભારતે પ્રથમ બોલ પર ત્રણ રન બનાવીને મેચ જીતી લીધી.