સપ્ટેમ્બર 7, 2025 8:29 એ એમ (AM)

printer

એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે

એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપના આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે. બિહારના રાજગીરમાં આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે.ભારતીય ટીમે ગઈકાલે તેની છેલ્લી સુપર-ફોર મેચમાં ચીનને 7-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ શાનદાર જીત સાથે, ભારત સુપર-ફોરમાં ટોચ પર રહ્યું. દક્ષિણ કોરિયા પણ મલેશિયાને 4-3થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું. ભારત અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. અન્ય એક મેચમાં કઝાકિસ્તાને ચાઇનીઝ તાઈપેઈને 6-4થી હરાવ્યું.