ભારતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી શાનદાર વિજય મેળવ્યો.દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ જીત્યો, જેમાં તિલક વર્માની રમત નિર્ણાયક સાબિત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુબઈમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે.પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ફાઇનલની તુલના ઓપરેશન સિંદૂર સાથે કરી છે, અને કહ્યું છે કે પરિણામ એ જ રહ્યું અને ભારત જીત્યું.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું છે કે, રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર. પરિણામ એ જ છે – ભારત જીતે છે.આપણા ક્રિકેટરોને અભિનંદન. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ દુબઈમાં એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન પર ભારતની પાંચ વિકેટની જોરદાર જીતની ઉજવણી કરી, તેને મેદાનની અંદર અને બહાર એક શક્તિશાળી નિવેદન ગણાવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 8:45 એ એમ (AM)
એશિયા કપ ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતના થયેલા વિજયને દેશભરમાં લોકોએ મોડી રાત સુધી વધાવીને જીતની ઉજવણી કરી
