ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM)

printer

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો

દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોર મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે.
આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રુપ-સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચનો વિજેતા ફાઇનલ માટે દાવેદાર રહેશે.
દરમ્યાન ગઈકાલે રાત્રે, બાંગ્લાદેશે પ્રથમ સુપર ફોર મેચમાં શ્રીલંકાને ચાર વિકેટથી હરાવ્યું. શ્રીલંકાના 169 રનના લક્ષ્યાંકનો જવાબ આપતા, બાંગ્લાદેશે એક બોલ બાકી હતો ત્યારે છ વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો. પ્રથમ બેટિંગ કરતા, શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 168 રન બનાવ્યા હતા.