ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 18, 2025 9:01 એ એમ (AM)

printer

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં, આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો મૂકાબલો

એશિયા ટી-20 કપ ક્રિકેટમાં, અફઘાનિસ્તાન આજે યુએઈના અબુ ધાબીમાં ગ્રુપ Bની મહત્વપૂર્ણ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સુપર ફોરમાં સ્થાન મેળવવા માટે અફઘાનિસ્તાને આ મેચ જીતવી પડશે.ગઈકાલે, પાકિસ્તાને ગ્રુપ A મેચમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતને 41 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, પાકિસ્તાને ફખર ઝમાનના 50 રનની મદદથી 20 ઓવરમાં નવ વિકેટે 146 રન બનાવ્યા. યુએઈ તરફથી જુનૈદ સિદ્દીકીએ ચાર વિકેટ લીધી.147 રનનો પીછો કરતા, યજમાન ટીમ 17.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદી, હરિસ રૌફ અને અબરાર અહેમદે બે-બે વિકેટ લીધી. વરસાદના વિઘ્નને કારણે મેચ એક કલાક મોડી શરૂ થઇ હતી.આ જીત સાથે, પાકિસ્તાન ભારત સાથે સુપર ફોર તબક્કામાં આગળ વધ્યું, જ્યારે યુએઈ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.