ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2025 11:49 એ એમ (AM)

printer

એશિયા કપ ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

ભારતે એશિયા કપ ગ્રુપ A ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને પછાડ્યું. ગઈકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને ભારત સુપર ફોરમાં સ્થાન સુનિશ્ચિત કરવાની નજીક પહોંચી ગયું છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 19 ઓવર ત્રણ બોલમાં માત્ર 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 3,અક્ષર પટેલ અને જસપ્રીત બુભરાહે 2-2 તથા હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે બેટિંગ કરતાં ઓપનર અભિષેક શર્માના માત્ર 13 બોલમાં 31 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના અણનમ 47 રનની મદદથી જીત મેળવી લીધી. મેચ બાદ કપ્તાન સૂર્યકુમાર યાદવે પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને આ જીત ભારતના સશસ્ત્ર દળોને સમર્પિત કરી. તેમણે કહ્યું કે ભારતીય ટીમ પીડિતોના પરિવારો સાથે ઉભી છે અને સૈન્યના જવાનોની સાથે છે.