એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુ ધાબી ખાતે આજે રાત્રે આઠ વાગે બાંગ્લાદેશનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે શ્રીલંકાએ ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીના મુકાબલામાં હોંગકોંગને ચાર વિકેટથી હરાવ્યું. હોંગકોંગ દ્વારા આપવામાં આવેલા 150 રનના લક્ષ્યનો પીછો કરતા, શ્રીલંકાએ સાત બોલ બાકી રહેતા 6 વિકેટે 153 રન બનાવ્યા. શ્રીલંકા માટે, પથુમ નિસાન્કાએ 48 બોલમાં 68 રન બનાવ્યા અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. અગાઉ, શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હોંગકોંગે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 149 રન બનાવ્યા.
અબુ ધાબીના ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રાત્રે રમાયેલી બીજી મેચમાં, યુએઈએ ગ્રુપ એમાં ઓમાનને 42 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, યુએઈએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 172 રન બનાવ્યા. જવાબમાં, ઓમાન ટીમ 184 ઓવરમાં 130 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 7:45 પી એમ(PM)
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધાબી ખાતે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સાથે ટકરાશે