એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે ગ્રુપ Aમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતનો સામનો કરશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગ્રુપ Aમાં પાકિસ્તાન અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રનથી હરાવ્યું.આ ગ્રુપ Bની પહેલી મેચ હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ આ ગ્રુપમાં છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ચાર તબક્કામાં આગળ વધશે. આઠ ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરશે. આ ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 8:56 એ એમ (AM)
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો ગ્રુપ A માં યજમાન સંયુક્ત આરબ અમીરાત સાથે
