ભારતે અબુ ધાબીમાં T20 એશિયા કપમાં ગ્રુપ A માં ઓમાનને 21 રનથી હરાવ્યું. અર્શદીપ સિંહ 64 મેચોમાં 100 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બન્યા. આ જીત સાથે, A માં ટોચ પર રહીને સુપર 4 તબક્કામાં પ્રવેશ થયો છે. શ્રીલંકા આજે દુબઈમાં સુપર 4 તબક્કાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.
મહિલા ક્રિકેટમાં, ભારત આજે બપોરે દિલ્હીમાં-નિર્ણાયક ત્રીજા અને અંતિમ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. ફૂટબોલમાં, ભારતીય પુરુષ ટીમે ગઈકાલે કોલંબોમાં ગ્રુપ B ની મેચમાં ભૂટાનને 1-0 થી હરાવીને SAFF અંડર-17 ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 8:35 એ એમ (AM)
એશિયા કપમાં ભારતે ગ્રુપ A માં ઓમાનને 21 રનથી હરાવ્યું
