સપ્ટેમ્બર 22, 2025 8:42 એ એમ (AM)

printer

એશિયા કપના સુપર 4 તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપના સુપર 4 તબક્કામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે.ગઈકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને જીત માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 172 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલની શાનદાર બેટીંગ સાથે ભારતે સાત બોલ બાકી રહેતા વિજય મેળવ્યો. અભિષેક શર્માએ 42 બોલમાં 74 રન શુભમન ગિલે 47 રન બનાવ્યા હતા. આ જીતથી ભારતના નેટ રન રેટમાં સુધારો થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.